હમ્પી- અદભૂત પ્રવાસધામ - હમ્પી –(૨) વીર હનુમાનની કિષ્કિન્ધા નગરી

(12)
  • 4.8k
  • 1
  • 1.4k

હમ્પી નગર તેના સુવર્ણયુગ દરમ્યાન લગભગ ૩૦ ચો. કિમી જેટલા વિસ્તારમાં પ્રસરેલું હતું. આ નગરના વિનાશને ૫૦૦ વર્ષ વીતી ગયાં હોવાથી અહીંનાં મોટાભાગનાં ખંડેરો પણ નદીની રેતીમાં દટાઈ ગયાં હતાં. કર્ણાટક ટુરિઝમે ઘણાં વર્ષોની મહેનત પછી આ બધાં ખંડેરોને ખોદીને બહાર કાઢ્યાં છે અને તેની જાળવણી માટે તથા હજુ નવાં ખંડેરો શોધવાનું ચાલુ હોવાથી આ સમગ્ર વિસ્તારને આરક્ષિત જાહેર કરેલો છે. એટલે હમ્પીમાં નવું રહેઠાણ, બજાર, હોટલ વિગેરે બાંધી શકાય તેમ નથી. પરંતુ ઘણાં વર્ષો પહેલાં, જયારે સરકારને પણ આ ખંડેરો વિષે ખાસ માહિતી કે જાગૃતિ નહોતી, ત્યારે હમ્પીના લોકલ લોકોએ વિરૂપાક્ષ મંદિરની સામે પ્રાચીન બજારનાં ખંડેરોમાં રહેઠાણ શરુ કરી દીધેલ હતાં.