મારી કેટલીક માઈક્રોફિક્શન અને લઘુવાર્તાઓ - 5

  • 874
  • 4
  • 455

એમણે એક દિવસે પોતાના અંગત સેક્રેટરીને સૂચના આપી કે તેઓ અનૌપચારિક રીતે બંને ગૃહોના સદસ્યોને રાષ્ટ્રપતિભવનમાં પોતાના અંગત ખર્ચે ભોજન માટે નિમંત્રવા માગે છે. ભોજનનું મેનુ પણ એમણે સમજાવી દીધું હતું જેમાં ઘઉં અને બાજરીના ગરમાગરમ કોરા રોટલા અને દાળભાત ઉપરાંત કાંદા, કાચાં લીલાં મરચાં, ગોળનો એક નાનકડો ગાંગડો અને છાશ માત્ર હશે, કે જે દેશનાં લાખો ગામડાંઓના કરોડો માણસોનો હંમેશનો ખોરાક છે. ગળી વાનગી અને શાકભાજીને બાકાત રાખવાનાં હતાં.