પણ એક દિવસ સૂચિતાએ ભાઈ સાથે ઝઘડો કર્યો કે હું અને મમ્મી તેને સાચવતા નથી, તેમને બોલાવતા નથી. પણ ભાઈ ને બધી જ વાતની પહેલાથી જ જાણ હતી કે કોણ કોને કેટલું સાચવે છે. ત્યારે ભાઈ અને સૂચિતા વચ્ચે ઘણો લાંબો ઝગડો ચાલ્યો અને એ ઝઘડામાં બંને એ જુદા થવાનો નિર્ણય પણ લઈ લીધો હતો. અમને આ ઝઘડાની જાણ ભાઈ એ બીજે દિવસે કરી પણ પુરી વાત ના કરી. લગભગ 5 - 6 દિવસ પછી ભાઈએ પુરી વાત કરી અમને , ભાઈને અમારી ભૂલ દેખાઈ હતી અને અમને કીધું કે મેં ભલે તમને થોડીક ક વાત કીધી પણ અમારા એ નિર્ણય મુજબ અમે કેમ કાઈ પ્રયત્ન ના કર્યો , તે સમયે પહેલો ઝટકો લાગ્યો હતો અમને.