ધ ફર્સ્ટ હાફ - 7

(31)
  • 4.2k
  • 4
  • 1.3k

“ધ ફર્સ્ટ હાફ” (ભાગ – ૭) વિરાજગીરી ગોસાઈ સૂરતથી અમદાવાદ ટ્રેનમાં જતા આશરે ચારેક કલાકનો સમય લાગે છે. રવિવારે સવારે હું અને જય પાંચ વાગ્યામાં રૂમ પરથી નિકળી ગયા. એ પણ ચેક ન કર્યું કે ટ્રેન કેટલા વાગ્યાની છે! કેમ કે જયનું એવું કહેવું હતું કે દર અડધા કલાકે આપણને અમદાવાદ જવા ટ્રેન મળી રહેશે. લગભગ સાડા પાંચ વાગ્યે સ્ટેશન પહોચ્યાં બાદ પોણા છ વાગ્યાની ગુજરાત ક્વીન ટ્રેન મળી જેને ૧૦:૩૦ વાગ્યે અમદાવાદ પહોચાડ્યા. અમદાવાદમાં નક્કી થયા મુજબના સ્થળે અમારે ૧૧ વાગ્યે મળવાનું હતું. નસીબજોગે અમે સમયસર કાંકરિયા તળાવ