ભાંગ્યાનો ભેરૂ. – નવલકથા લેખક-નવીન સિંગલ. પ્રકરણ-૧. “ માતાજીનું પ્રાગટ્ય ” અખંડ બ્રહ્મદેશમાં આવેલું એક સોહામણું રાષ્ટ્ર.નામ એનું પદમાલય.એમાં વસતા લોકો પદમ તરીકે ઓળખાતા.પદમાલયના લોકો રૂપ-ગુણના ભંડાર કહેવાતાં.બીજા રાષ્ટ્રોના લોકો ની ખાનદાનીની સરખામણીમાં પદમાલયના માણસો જરાય ઉણા ઉતરે એવા નહોતાં. આદર-સત્કાર અને મહેમાનગતિમાં એમનો જોટો જડે તેવો નથી.ભૂખ્યાને અન્ન અને તરસ્યાને પાણી એ ખ્યાલ તો એમની નસ-નસમાં લોહી બની વહેવા લાગ્યો. કોઇકે ઠીક જ કહ્યું છે કે જેનામાં મદદ કરવાની ભાવના હોય તો ઈશ્વર તેવા માણસો ને તમારી પાસે મોકલી દેતો હોય છે.અને જો માણસો તમારી પાસે ના આવે તો તમારે માણસો પાસે જવું પડે.જેમ મેકરણ દાદા રણમાં