અધુરા અરમાનો-૩૯

(31)
  • 3.5k
  • 6
  • 1k

દર્દ, પીડા અને યાતનાઓથી ભાગી ગયેલું સૂરજનું શરીર અડધું પાણીમાં અને અડધુ કિનારે કાદવમાં શબવત પડી રહ્યું હતું. એના પર જળ બિલાડી નાચગાન કરીને વહી ગઈ. જળસાપ શરીરને વીંટળાઈને મજા માણી વહી ગયા. મોટી મોટી માછલીઓ એના શરીરને રમાડી ગઈ. છતાં સૂરજની હાલત મડદા પેઠેની બની રહી હતી. કુદરતની કેવી ક્રુરતા! સૂરજની કેવી ક્રુર દશા આત્મા શરીરમાં હોવા છતાં શરીર જડવત! સૂરજ સાથે કુદરતની કેવી ક્રૂર મજાક! મોજાઓ શાંત પડ્યા. પેલો મગલ સુરજના શરીર નજીક ચાલ્યો આવતો હતો. નજીક આવ્યો. આવીને એને સૂરજના શબશમાં શરીરને બે-ચાર વાર આમતેમ ઊથલાવ્યું. પણ કંઈ જ વળ્યું નહિ. આખરે કંટાળીને એણે સૂરજના શરીર પર પૂંછડીનો જોરદાર ફટકો માર્યો. ફટકાથી સૂરજ એવો તો ચિત્કારી ઉઠ્યો કે આખું જંગલ જાગી ગયું.