મિસિંગ- ધી માફિયા સ્ટોરી - 2

(116)
  • 4.1k
  • 9
  • 2.6k

વહેલી સવારે, કાળા વાદળો વચ્ચે આછા અજવાળું હતું. વરસાદ લયબદ્ધ રીતે ઝરમર-ઝરમર વરસી રહ્યો હતો. ગર્દ પાસે લવ બાઈટનો દુખાવો ગઈ રાતની યાદો તાજી કરતો હતો. ફતેહસાગરમાં ચાલુ વરસાદમાં વચ્ચે દેખાતી નાવ તેને ત્યાં જવા માટે ખેંચી રહી હતી. આટલું સુંદર રમણીય વરસાદી મોસમમાં બોટિંગ કરવી કોણે ન ગમે? એમાં પણ નાનકડી નાવ હોય,મોટું તળાવ હોય, આસપાસ દેખાતા મહેલ, મહેલો જેવી હોટેલ, હરિયાળા પહાડો, તેની આસપાસ મંડરાઈ રહેલા વાદળો....બેબી મને ત્યાં જવું છે. કુંભકર્ણ સમી ઊંઘમાં ખરાંટાઓ લઈ રહેલા નિલને જાનકીના શબ્દોની કોઈ અસર ન થઈ, જેથી બારી બહાર હાથ લંબાવી હાથમાં વરસાદી પાણી ખોબે ભરી નિલના ચેહરા પર છંટકારો માર્યો.