પ્રકરણ -20 આજે સરયુને ઘણી યાતનાઓ સહન કરવી પડી એવું લાગ્યું ખૂબજ આક્રંદ કર્યા પછી એ થાકી હારીને સૂઇ ગઇ હતી. નવનીતરાય, નીરુબહેન ડો.ઇદ્રીશ અત્યારે ગુરુજીનાં રુમમાં હતાં. ગુરુજી આંખો મીચીને બેઠાં હતાં બધાં એમનાં બોલવાની રાહમાં હતાં. થોડીવાર પછી ગુરુજીએ ડો.ઇદ્રીશને જોઇને કહ્યું "ડોક્ટર હુ જે યજ્ઞ કરવા માગું છું. એ અમારા તંત્ર વિજ્ઞાનનો તંત્રશાસ્ત્રનો ખૂબ મોટો યજ્ઞ છે અને એ અહીં હોટલમાં શકય નથી. ડોક્ટર હું તમારી મદદ ચાહું છું એ રીતે કે સરયુ દીકરી જે એનાં જન્મની પીડા વર્ણવી રહી છે. એમાં કેટલાંક ચોક્કસ સ્થાન છે અને એનાં સંપર્કના ચોક્કસ લોકો છે. એમાંથી કોણ ક્યાં છે