જીવનરસ

  • 3.9k
  • 3
  • 1.2k

જીવનરસમાણસ એક વિચિત્ર પ્રાણી છે, એની આદતો, વ્યવહાર, અને બીજા લોકો અને પ્રાણીઓ પર ભરોસો ના કરવાની વૃત્તિ વિસ્મય પમાડે એવી છે. કહેવાય છે માણસ બીજા પ્રાણીઓ કરતા થોડો વધુ ભાગ્યશાળી છે કેમકે એને બુદ્ધિ મળી છે ,એને એ સમજ મળી છે જેનાથી એ સાચા અને ખોટા માં ભેદ કરી જાણે છતાં એ કોઈક ને કોઈક કારણસર દુઃખી થવાના રસ્તા શોધી કાઢે છે.એને બીજા પશુ પક્ષીઓ ને જોઈએ થાય કે વાહ આમને તો સારું કશી ઉપાધિ નહીં. મને એ જોઈને આશ્ચર્ય થાય કે ઘણા લોકો ના જીવનમાં મોટાભાગની બાબતો બરાબર હોય છતાં તેઓ પરાણે પરેશાનીઓને ખોદી કાઢીને દુઃખી થતાં રહે.