ગુલામીનો અંત

(24)
  • 3.3k
  • 3
  • 849

યુવાન ગુસ્સામાં જવાબ આપવા પાછળ ફર્યો, તેની આંખોમાં દેશદાઝનો જાણેકે જ્વાળામુખી ફાટ્યો હતો. તેણે સાંકળથી બંધાયેલા હાથે જ અંગ્રેજ સૈનિકને એક હાથે ઉપાડીને કહ્યું કે ભુરીયા, સમુદ્ર ગમે તેટલો ખરો હોય પરંતુ તારા શાસન વિરુદ્ધ મારી રગોમાં ભરેલી ખારાશ કરતા વધુ નથી. આટલું બોલીને તેણે સૈનિકને નીચે પટક્યો. સૈનિક પણ ગુસ્સે થઇ ગયો તેણે પોતાના અધિકારી પાસે પેલા યુવાનને સજા આપવાની માંગણી કરી, પરંતુ અધિકારીએ તેના ઉપરી અધિકારીના હુકમનો હવાલો આપતા કહ્યું કે આપણને ઉપરથી ઓર્ડર આવ્યો છે કે જ્યાં સુધી તમામ કેદીઓ કલકત્તા ન પહોંચે ત્યાં સુધી એમાંથી એક પણ કેદી મરવો ન જોઈએ અને પછી ઉમેર્યું કે જો આ હુકમ ન હોત તો...