હદવિસ્તારણ

(18)
  • 1.8k
  • 3
  • 662

મને નવા ઘરમાં રહેવા જવાને બહુ સમય નહોતો થયો. ઘર બનતું હતું ત્યારથી જ લાલીયા અને ધોળકીને સાથે મારા બંધાતા ઘરમાં જોતી. ઘરમાં રહેવા ગઈ પછી રોજ સવારે ઝાંપાનું તાળું ખોલવા જાઉં અને લાલિયો-ધોળકી પૂંછડી હલાવતા આશાભરી નજરે ઉભા જ હોય. એક વાત બંનેની અજબ હતી. સવારે સાડા છ સુધી એ બંને ઉત્તર બાજુના ઝાંપા એ હોય અને ત્યાર પછી દક્ષિણ બાજુના ઝાંપા અને ટી.પી.રોડ બાજુ આવી જાય. આખી રાત મારા ઘરની સરખી ચોકી કરે. હું દરરોજ સવારે એ લોકોને રોટલી, બિસ્કિટ કે ખીચડી જે કાંઈ ઉપલબ્ધ હોય તે આપું. ક્યારેક નાના દીકરાને કહું તો એ પણ ખવડાવી આવતો. નાના