(આગળના પ્રકરણમાં આપણે જોયું કે ટેન્સીની શોધમાં પુરાતન મંદિર ના ભોયરામાં ઇસ્પેક્ટર અનુરાગ ગંગારામ વિલિયમ અને રોજી પ્રવેશ કરે છે હવે આગળ) સતત બે કલાક ફર્શ પર ઢગલો થઇ પડી રહ્યા પછી સુનીતા એકાએક ઊભી થઈ ગઈ.બધું પહેલી જ નજરે જોતી હોય એમ એણે આખા કમરામાં નજર ફેરવી શૈલીની લાશ પર એની દ્રષ્ટિ સ્થિર થઈ ગઈ.શૈલીનો મૃતદેહ અત્યારે પલંગમાં પડયો હતો.એના પર સફેદ વસ્ત્ર ઢંકાયેલું હતું. સુનિતાએ ક્રૂર છતાં શૈતાની સ્મિત કર્યું.ત્યાર પછી પોતાના જમણા હાથને ઊંચો કરી એ જોવા લાગી.એના શરીરની ચામડી બરછટ લીલા વર્ણની થઈ ગઈ હતી.હાથની બધી આંગળીઓ વચ્ચેથી લીલા ભીંગડા જેવા પાતળા પરદાથી પરસ્પર જોડાયેલી