સંબંધોની હારાકીરી - ભાગ-૩

  • 2.5k
  • 1
  • 828

'શૌર્ય?!! તું અહીં ક્યાંથી?? ક્યારે? કેમ??' સકતામાં પડેલા નલિનભાઈએ પ્રશ્નોનો ગોળીબાર શરૂ કરી દીધો. શૌર્ય હજુ કાંઈ જવાબ વાળે એ પહેલા તો મીનાબેન શૌર્ય પાસ પાણીનો ગ્લાસ લઈને ધસી આવ્યા. "તમારામાં કાંઈ મેનર્સ જેવું છે કે નહીં? દીકરાને પહેલા પાણીનું તો પૂછો." પછી પાણીનો ગ્લાસ શૌર્યની સામે ધરતા બોલ્યા,"આ લે બેટા પાણી પી લે અને જા અંદર રૂમમાં જઇ આરામ કર!આટલી લાંબી મુસાફરી કરીને આવ્યો છે,થાકી ગયો હોઈશ." મીનાબેન મમતાનો વરસાદ શૌર્ય પર વરસાવતા બોલ્યા. "મોમ! હું રેસ્ટ પછી લઈ લઈશ. ફર્સ્ટ ટેલ મી આ બધું કઈ રીતે થયું એન્ડ આ દાદાજી કેમ નીચે પડ્યા હતા? લૂક એટ ધિસ! કેટલું