સાવરકર - પ્રકરણ - 1

(39)
  • 2.9k
  • 8
  • 844

અત્યારે પણ આ સંવાદ યાદ આવતા એમનામાં આઝાદીનો, નવી આશાનો સંચાર થયો.એમનો વ્યાયામનો સમય પૂરો થતા હવાલદાર એમને એમની ઓરડીમાં મૂકી ગયા. ત્યાંજ કોકના બૂટનો લયબદ્ધ અવાજ ગુંજી ઉઠયો. મુખ્ય અધિકારીએ આવીને એમની સમક્ષ જમવાની થાળી રાખી. એમની થાળીમાં અમુક પકવાનો હતા.એમને નજર કરી અને થાળીમાંથી એ માત્ર સાદી વસ્તુઓ જ જમ્યા. અરે! તમે સ્વાદિષ્ટ પકવાનો તો ચાખ્યા જ નહીં. અધિકારીએ કહ્યું. “મેં માત્ર એટલુંજ ગ્રહણ કર્યું જે અહીંના કેદીને જમવામાં આપવામાં આવે છે. કાલ સવારે હું પણ એ લોકોની હરોળમાં જ ઉભો હોઈશ ત્યારે થાળીમાં જે પીરસવામાં આવશે એ જ ભોજન ગ્રહણ કરવાનું છે. એમણે હસતાં હસતાં કહ્યું. થોડીવારમાં સુપરિટેન્ડેન્ટ સાહેબે આવીને સહાનુભુતિ સાથે કહ્યું…