11 જુલાઇ 2006 : અજ્ઞાત ડર

(34)
  • 1.9k
  • 13
  • 499

11 જુલાઇ 2006 : અજ્ઞાત ડર મોબાઇલના એલાર્મના અવાજે સવાર થયાનો સંકેત આપ્યો. ગઈરાત્રે વિચારોના વમણમાં ડૂબ્યા રહેવાથી ઘણે મોડે સુધી ઊંઘ ના આવી એટલે જ તો સવાર ક્યારે થઈ તેનો ખ્યાલ ના રહ્યો..! કાલ રાતના વિચાર ફરી મનમાં આવ્યા. દિવાલ પર રાખેલ પત્નીના હાર ચડાવેલ ફોટા તરફ નજર જતાં ઊંઘે ભરેલ આંખોમાં ફરી પાણી નીતરવા લાગ્યું. શાવરના ગરમ પાણીથી શરીર ભીંજાયું તે કરતા આંખથી નીતરતા આંસુની ધારે મન વધારે ભીંજાયુ. બાથરૂમથી બહાર આવી ભીંજાયેલ માથું ટુવાલથી સાફ કરતા લાલઘૂમ આંખે અરીસામાં ક્યાંય સુધી મૌન બની જોઇ જ રહ્યો. જાણે કિચનમાંથી “સાંભળો છો... બ્રેકફાસ્ટ રેડી છે...ઉતાવળે આવો...!” અવાજ સંભળાયો. આંખ