ગજેન્દ્ર અને બાલગણેશ

  • 4.2k
  • 1
  • 1.1k

ગજેન્દ્ર અને બાલ ગણેશડુંગરપુર નામનું એક સુંદર મજાનું રમણીય ગામ હતું. કુદરતે આ ગામ પર ખૂબ જ સ્નેહ વર્ષાવ્યો હતો પરંતુ સરકારની બેદરકારીને કારણે આ ગામમાં પાયાની જરૂરિયાત પણ ન હતી. લોકોને રોજગારી મેળવવા પણ દૂર સુધી જવું પડતું હતું. ગામના લોકો ખૂબ જ ભક્તિભાવ ધરાવતા હતા. ગામમાં સજ્જનતાને અને સંસ્કારને વરેલો એક સંઘવી પરીવાર રહેતો હતો. આર્થિક રીતે આ પરિવાર ખૂબ જ શ્રીમંત. શ્રીમાન સંઘવી અને શ્રીમતી સંઘવીને એક માત્ર સંતાનના નામે હતી તેની લાડકવાયી દીકરી રમ્યા. રમ્યા તો જાણે સંઘવી પરિવારનું આંખનું રતન હતી!રમ્યા ઇચ્છતી હતી કે તેને એક ભાઈ હોય અને સંઘવી યુગલ પણ તેને એક વારસદાર