અધુરા અરમાનો-૩૬

(31)
  • 2.9k
  • 2
  • 953

ડર હોવો જોઈએ પણ એવો ન હોવો જોઈએ કે એ અસ્તિત્વને વેરણછેરણ કરી જાય. મર્યાદામાં રહેવા અને માનવજાતના દાયરામાં રહેવા કેટલાંક બંધનો હોવા ઘટે. કિન્તું એવા બંધનો ન હોવા જોઈએ જે માણસનું સુખચૈન હણી લે. યુગ બદલાય એમ કેટલીક બાબતોની છૂટ હોવી જોઈએ. સમાજથી અને દુનિયાથી ડરી જઈને પ્રેમલગ્નના તલાક આપીને સુરજ થોડોક હરખાયો. કિન્તુ એને ખબર નહોતી કે એ બાવાના બેય બગાડી બેઠો છે! એક હાથમાં આવેલું જરૂરી મોંઘોદાટ રતન ખોયું અને બીજું સમાજ અને દુનિયાની બદનામી લઇ બેઠો હતો. આબરૂના કાંકરા કરી બેઠો હતો. કહેવત છે ને કે જેનું ભાગ્ય વિફરે એનું બધુંય વિફરે.