અધુરા અરમાનો-૩૫

(29)
  • 2.8k
  • 3
  • 966

ઘરમાં ખુશી હતી કે ગમ એ સ્પષ્ટ કળાતું નહોતું. સેજલ હવે શું કરશે કે એનું હવે શું થશે એ સવાલે જોર પકડ્યું. મમ્મી, હવે હું ક્યાંય નથી જવાની હો! અને સૂરજને તો સાવ ભૂલી જ જવાની! એને પ્રેમ કરતાં જ ક્યાં આવડે છે ડરપોક છે એ. હાં, પણ એ મને વીસરી નહી શકે! મને મળવા એ દોડતો આવશે. પણ હું હવે બહાર એને મળવા નહી જઉં! એક કામ કરીશ મમ્મી મારા વિના બેતાબ મારો સૂરજ જો મને મળવા ડેલીએ ડગ મૂકે તો એને આવકારજે. મારા રૂમમાં મોકલજે. હું અહીં જ એને મળીશ. હું એને ભૂલી ગઈ છું એવો અહેસાસ પણ નહીં થવા દઉં હો! અને એ ઢળી પડી. થોડાંક દિવસો બાદ વાવડ મળ્યા કે સૂરજ ક્યાંય શોધ્યો જડતો નથી. એ સાંભળીને એ ફાટી પડી. બીજા દિવસે માનસિક સંતુલન ગુમાવેલી સેજલને તાત્કાલિક ધોરણે મહેસાણાની એક હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી.