મૃગજળની મમત-3

(104)
  • 5k
  • 1
  • 2.8k

પ્રસ્તાવના: આ સનસની ખેજ કથા મારા અને મિનલજી ના સહિયારા પ્રયાસથી આલેખાઈ..છે આશા રાખુ છુ કે તમને ગમી જશે..કહાની ફક્ત મનોરંજનના માટે લખાઇ છે જેમાં હકીકતોને અવકાશ નથી..મિનલ ક્રિશ્ચન "જીયા"સાબીરખાન પઠાણ "પ્રીત" ઝબકીને સમીરે પાછળ જોયુ. એના આશ્ચર્ય વચ્ચે પડસાળમાં સૂનકાર વ્યાપેલો હતો.એના ખભા પર કોઇએ હાથ મૂક્યો હતો. એનો અર્થ એ હતો કે એની પડખે કોઈ મોજુદ હતુ.પરંતુ દૂર સુધી કોઈ દેખાયું નહી.એ ખૂબ ગભરાઈ ગયો હતો.એનું મન હવે ભાગીને પોતાના કમરામાં પુરાઈ જવા અધીર બન્યું.એ ઉતાવળાં ડગલાં ભરતો ચાલવા લાગ્યો. એણે જે નજારો જોયો હતો એ પછી ત્યાં ઉભા રહેવાની એનામાં હિંમત નહોતી.એને ડર હતો કે જરા