દરવાજો ખુલતાવેંત જ ડાલામથ્થો પોતાના શિકારને જોઈને ઘૂરકિયા કરતો હોય તે રીતે મીનાબેન કેશવભાઈ અને દ્રષ્ટિને જોઈને આંખો કાઢતા દેખાયા. મધરાતનાં સૂનકારને ગર્જના સાથે તોડતા મીનાબેન તાડૂકયા,"તમને કાંઈ ખબર પડે છે કે નહીં? રોજરોજ આમ ક્યાંકને ક્યાંક ભાગ્યા જાવ છો, અમે તો જાણે કેમ તમને રોજરોજ ઠેરઠેર શોધવા નવરાધૂપ જ હોઈએ. અરે! આ તમારો રોજનો ખેલ જોઈને સોસાયટીમાં અમારી ઈજ્જત શું રહેશે તેનો તમને કાંઈ ખ્યાલ પણ છે? પણ ના! તમારે તો અમને બદનામ જ કરવા છે ને! વાંદરો ઘરડો થાય પણ ગૂંલાટ થોડી ને ભૂલવાનો." "મમ્મી! બોલવામાં થોડું તો ધ્યાન રાખ, દાદાજીની ઉંમર જો." દ્રષ્ટિ માંડ આટલું બોલી રહી