કાકાની થેલીઅમદાવાદથી અંદાજે ત્રીસ કિલોમીટર દુર મહેસાણા તરફના રસ્તે આવેલા કલોલ શહેરની આ વાત છે. ભાદરવાની ઋતુ હજુ હમણા જ શરૂ થઈ છે ને સવારના દસ વાગ્યામાં જ સૂર્યનારાયણ કોપાયમાન થઈ એમની કાળઝાળ ગરમી વરસાવી રહયા છે. ચોમાસામાં પણ આ વેળા બરાબર વરસાદ થયો નથી એટલે ધરતી પણ તપી ગઈ છે. રસ્તા પર ચાલતા કંયાક જવા માટે માણસને મૃગજળને જળ સમજી ચાલવાનું મનોબળ જોઈએ. માત્ર કેટલાક બચી ગયેલા વૃક્ષો તેમના પડછાયામાં આવતા લોકોને રાહત આપી રહયા છે.આવે ટાણે મગનકાકા નામે એક વૃદ્ધ વડીલ એક હાથમાં લાકડી ને બીજા હાથમાં ખાખી કલરના કપડાની સીવેલી થેલી લઈ કપિલેશ્ર્વર મહાદેવ ના મંદિર તરફ