માણસાઈના દીવા - 20

(47)
  • 8.6k
  • 9
  • 2.2k

દરિયા ! ઓ દરિયા ! શું છે, મહી ? મારી જોડે પરણ. નહીં પરણું. કેમ નહીં ? તું કાળી છે તેથી. જોઈ લેજે ત્યારે ! એમ કહીને મહી પાછી વળી, ને મંડી પથરા તાણવા. તાણી લાવીને મંડી દરિયો પૂરવા. દરિયો તોબા પોકારી ગયો : રખે આ કાળવી મને આખોય પૂરી વાળશે ! કહે કે, 'ચાલ, બાપુ, તને પરણું !' પરણ્યાં. મહી-સાગરનાં એ લગ્નની ચોરી તરીકે વાસણા પાસે એક ઓટો બતાવાય છે.