નો રીટર્ન-૨ ભાગ - 29

(379)
  • 8.2k
  • 10
  • 5.1k

નો-રીટર્ન-૨ ભાગ-૨૯ ( આગળનાં પ્રકરણમાં વાંચ્યુઃ- અનેરી પોતાનાં ભૂતકાળને વાગોળે છે અને નિર્ણય લે છે કે તે પવન જોગીને સપોર્ટ કરશે..... હવે આગળ વાંચો....) એ સવાર એક નવું આશ્વર્ય લઇને ઉગી હતી. મારી જીંદગીમાં ઘણાં સમયથી આવા આશ્વર્યોનો સીલસીલો શરૂ થયો હતો એવું કહું તો ખોટું નહી ગણાય. પાછલા છેલ્લા થોડા દિવસોની અંદર અનેક વિસ્મયકારક ઘટનાઓનું જાણે ઘોડાપુર આવ્યું હોય એવું મને લાગતું હતું. એવું જ એક વિસ્મય અનેરી સ્વરૂપે અત્યારે મારી નજરો સમક્ષ ઉભું હતું. મને આખી રાત ઉંઘ આવી નહોતી. પેલાં ખોખાંની અંદર દોરેલા કબુતરો અને નંબરોએ સતત મને પજવ્યે રાખ્યો હતો. એ રહસ્યમય ચિત્રોનો