નવ રાતની નવલકથા - દાંડિયાની જોડ, ભાગ – ૫

(42)
  • 4.1k
  • 4
  • 1.9k

ભાગ – ૫ ‘પપ્પા હું થાકી ગઇ છું, ગુડ નાઇટ’ એટલું કહી સ્વરા પોતાના બેડરૂમમાં ચાલી.. ડ્રોઇંગરૂમમાં એકલા પડેલા શ્રૃજલની આંખો સ્વરા અને રિધમને મળેલા બેસ્ટ ગરબા જોડીના એવોર્ડ પર સ્થિર થઇ અને તે એક એવા ભૂતકાળમાં ખોવાઇ ગયો જે તેને વર્ષો પહેલા દફનાવી દીધો હતો... એ નવરાત્રિની યાદ... કોલેજની ભવ્ય ગરબા કોમ્પિટિશન અને તે ગરબાની એક જોડી, જેના તરફ બધાનું ધ્યાન વારંવાર ખેંચાઇ રહ્યું હતું.... રાધા-કૃષ્ણ જેવી તે જોડ અદભૂત સ્ટેપ લઇને કોલેજના બધા ગ્રુપ કે જોડીઓને પાછળ રાખીને આગળ નીકળી જતા હતા. રાધા જેવી જ સુંદર, ગોરી ત્વચાવાળી યુવતી પાછળ તો કોલેજ આખી પાગલ હતી. જો કે તે