નવ રાતની નવલકથા - દાંડિયાની જોડ, ભાગ – ૪

(36)
  • 3.8k
  • 5
  • 1.6k

ભાગ - ૪ સ્વરા અને રિધમનું ગ્રુપ ઝડપથી પાર્ટીપ્લોટમાં દાખલ થયું. નોરતાની રમઝટ જામી હતી અને સાથે સાથે યુવાન હૈયાંઓ હિલોળે ચઢ્યા હતા. જો કે હવે નવરાત્રિ એટલે શક્તિ આરાધના અને દુર્ગાપૂજાની મહિમા ભૂલી સૌ હિંદી ગીતોના સૂરે નાચી રહ્યાં હતા. બે તાલી, ત્રણ તાલી, હિંચ જેવા પરંપરાગત ગરબાના સ્ટેપો બદલાઇને ગરબા તો સાવ જુદા જ બની ગયેલા. પાર્ટી પ્લોટમાં પોતાના જોડીદાર સાથે કે ગ્રુપ સાથે મનફાવે તેમ અથવા બધાથી સાવ જુદી જ સ્ટાઇલથી ગાવું તે ફેશન બની ગઇ હતી. આ બધાની વચ્ચે સ્વરાએ દેશી પધ્ધતિનો ગરબો માથે લઇ તેમાં દિવા પ્રગટાવી સાવ નોખી ભાત પાડી... !!! રિધમ પણ તેની