કિન્તુ આપણી ભૂલનું પરિણામ પરિવારજનો ભોગવે એ કોના ઘરનો ન્યાય સેજલ, દુનિયાથી ટક્કર લેવી સહેલી છે. સમાજને પણ કરાવી શકાય છે. કિંતુ જે માવતરે આપણને જન્મ આપીને ઉછેર્યા, સંસારના દિવ્ય દર્શન કરાવ્યા, જેમણે આપણને જિંદગી જીવતા શીખવાડી એ પ્રભુમૂરત -પ્રાતઃસ્મરણીય માવતર સામે કેમ કરી છાતી કાઢી શકાય વળી આપણો પ્રેમ તો છેલ્લા ત્રણ ચાર વર્ષથી પાંગર્યો ને ફૂલ્યોફાલ્યો છે. પરંતુ માવતર સાથેનો પરિવાર સાથેનો આપણો 18 - 21 વર્ષનો પ્રેમ છે, એ પવિત્ર પ્રેમને આમ આપણા સ્વાર્થ ખાતર તોડી નાખો વાજબી નથી. અને આજે અત્યારે એ મહાન પ્રેમને છોડીને હું તારી પાસે છું કિન્તુ મારું હૈયું એ પ્રેમની ખાતર અત્યારે તડપી રહ્યું છે. ઝળઝળીયા ભરેલી આંખો ને સાફ કરતાં સૂરજ બોલ્યો. તો પછી એ પ્રેમને છોડીને શા માટે મારી પાસે પ્રેમ ની ભીખ માંગવા આવ્યો હતો શા માટે મને તારી પનારે પાડી અને આજે આવા મહાજ્ઞાની જેવા વચનો બોલ્યે જાય છે! ત્યારે એ બધો વિચાર કરવો હતો ને!