હિતેન પંડ્યાની કંપનીમાં સંગીતાને હજુ માંડ દસ દિવસ થયા હતા. હજુ તે હિતેનને એક જ વખત મળી હતી. ત્યારે મેનેજરે બોલાવીને તેને નવું ટુવ્હીલર આપવાનો પત્ર હાથમાં પકડાવી દીધો તેની સંગીતાને નવાઇ લાગી. ઇન્ટરવ્યુ વખતે તો એવી કોઇ વાત થઇ ન હતી. દરેક કર્મચારીએ પોતાની રીતે વાહનની વ્યવસ્થા કરીને નોકરીએ આવવાનું રહેતું હતું. તો પછી આ મહેરબાની તેના પર કેમ થઇ રહી છે મેનેજરે તેને ટુવ્હીલર સ્વીકાર્યું છે એવા પત્ર પર સહી આપવા કહ્યું એટલે તે વિચારમાં પડી ગઇ. શું હિતેન પોતાના પર વધુ ઉપકાર કરી રહ્યો છે કે કંપનીની આ પોલીસી છે પપ્પાની સલાહ લેવી જોઇએ