માણસાઈના દીવા - 14

(32)
  • 5.1k
  • 4
  • 1.7k

મહીકાંઠાના રાસ ગામમાં એક વાર મહારાજને ભાળ મળી કે શનિયાના છોકરાને કૂતરું કરડવાથી છોકરો લાંબા કાળના મંદવાડમાં સૂતો છે, અને એ કરડ પાદીને ગંધાઈ ઊઠ્યો છે. મહારાજ શનિયાને ઘેર જઈ જુએ તો સડી ગયેલો નાનો બાળક ગાભા પર પડ્યો છે : કોઈ એની કને આવી શકતું નથી : બદબો અસહ્ય બની ગઈ છે. શનિયા ! મહારાજે છોકરાના બાપને કહ્યું : હીમ્ડ, આને આણંદ દવાખાને લઈ જઈએ. હું ચ્યમ કરીને હીંડુ, બાપજી ? ચ્યમ વળી શું ? છોકરાં દાણા વિના મરી જાય. ખેતરમાં કોઈ જનાર નથી. તારી વઉ છે ને ?