અધુરા અરમાનો-૩૨

(31)
  • 2.1k
  • 6
  • 701

આ સમયમાં એક પણ વ્યક્તિ એવી નહી હોય કે જેણે એની જીંદગીમાં કોઈને પ્રેમ કર્યો ન હોય! તો પછી એ જ વ્યક્તિઓ અન્યોની લાગણીને, પ્રેમને કેમ સ્વિકારી શકતા નથી. અરરર...! પ્રેમ તારી આવી દશા ર, કુદરત તે શું જોઈને આ પ્રેમતત્વને સર્જ્યું હશે પ્રેમ અને પ્રેમલગ્ન કરનારની તો સરાજાહેર પૂજા કરવી જોઈએ. જગતમાં શ્રેષ્ઠ તથા મહાન ગણાતા આશિકોના મંદિર હોવા જોઈએ. જ્યારે દિવાનાઓની આવી દશા શું જીવ લઈ ભાગીને ફરવું એ જ એમના ભાગ્યમાં લખાયું હશે! કે પછી ઉંમ્રભર ઉરના અંધારા ખૂણામાં વિજોગનો દાવાનળ સંતાડીને ઝુર્યા કરવાનું કોઈનેય નડ્યા વિના અમે આશિકો મસ્તાનભરી જીંદગી જીવીએ એમાં દુનિયાનું જાય છે શું ચોફેર મચેલી ધમાલ તથા પોતે બનેલ તમાશાની મજા માણતા લોકો પર ઉદાર નજર નાખતી સેજલ મનમાં બબડી રહી. દુનિયાને દોષ દેવા સિવાય એ કશું કરી શકે એમ જ ક્યાં હતી!