નો રીટર્ન-૨ - Part-28

(390)
  • 9.4k
  • 11
  • 5.3k

નો-રીટર્ન-૨ ભાગ-૨૮ ( આગળનાં પ્રકરણમાં આપણે વાંચ્યુઃ- પવન જોગીને લાઇબ્રેરીમાંથી અજીબો-ગરીબ ચિત્રો અને નંબરો મળી આવે છે. તેમાં અમુક નંબર અધૂરાં જણાય છે... ઇકબાલખાન અનેરીને શોધી રાજમહેલમાં લઇ આવે છે... હવે આગળ વાંચો....) આખી રાત અનેરી વિચારોનાં ધમાસાણમાં ખોવાયેલી રહી. પડખાં બદલી-બદલીને તે હવે થાકી હતી. કોણ જાણે કેમ પણ જીંદગીમાં પહેલી વખત કોઇ ઠોસ નિર્ણય તે લઇ શકતી નહોતી. એક યુવાન અચાનક તેની સામે આવીને ઉભો રહી ગયો હતો, અને તે એ ચીજ માંગી રહયો હતો જે તેણે બહુ મુશ્કેલીથી હાંસીલ કરી હતી. એક એવી ચીજ જેમાં તેનાં ખુદનાં દાદાની રિહાઇ છૂપાયેલી હતી. અનેરી થડકી ઉઠી. નહીં.... નહીં....