સમય શું છે? (ભાગ-૩)

  • 2.6k
  • 1
  • 978

‘સમય’ શું છે? (ભાગ-૩) સ્ટીફન હોકિંગના પેલા ત્રણ એરો ઓફ ટાઇમમાંથી જે કોસ્મોલોજીકલ એરો ઓફ ટાઇમ બાકી વધ્યો હતો એની ચર્ચા આ વખતે કરીએ. કોસ્મોલોજીકલ એરો ઓફ ટાઇમ બ્રાયન ગ્રીનના એવરગ્રીન પુસ્તક ‘ફેબ્રીક ઓફ ધ કોસ્મોસ’ માં અત્યંત સુંદર રીતે વર્ણવવામાં આવ્યો છે. એટલે એ પૂરતું બ્રાયન ગ્રીનના વર્ણનોનો જ સંદર્ભ પકડીને આપણે આગળ ચાલીએ. કોસ્મોલોજીકલ એરો ઓફ ટાઇમ બ્રહ્માંડના ઉદભવ અને તેના વિકાસની દિશા સાથે સંકળાયેલો છે. એટલે સ્વાભાવિક રીતે જ કોસ્મોલોજીકલી સમય એક જ દિશામાં વહેશે. એ દિશા એટલે આગળની દિશા અર્થાત ફોરવર્ડ દિશા. બિગ-બેંગ થયો, બ્રહ્માંડની શરૂઆત થઇ, બ્રહ્માંડનું કદ વધતાં અત્યંત ઉંચા તાપમાને ખદબદતી