પ્રેમપથ ૨

(51)
  • 4.3k
  • 4
  • 2.4k

સંગીતાને નવાઇ લાગી રહી હતી. આકાશ કેમ મળવા માગતો હશે તે નોકરી કરતી હતી ત્યારે તેની સાથે બહુ વાતચીત થતી ન હતી. આકાશ તેને ઘણા કામમાં મદદ કરતો હતો. તેણે નોકરી છોડી તેના એક મહિના પહેલાં જ નોકરીમાં જોડાયો હતો. તેની સાથે દોસ્તી જેવું ન હતું. એવું તે કયું કામ હશે તે કંઇક વાત કરવા માગતો હશે કંપનીના મેનેજરનો કોઇ સંદેશ હશે વિચારોમાં અટવાતી સંગીતાને ખ્યાલ જ ના રહ્યો કે સાંજ પડી ગઇ. ઓફિસ ખાલી થઇ રહી હતી. બે દિવસથી હિતેને તેને બોલાવી ન હતી. એ વાતની પણ સંગીતાને નવાઇ લાગી રહી હતી. શું ખરેખર હિતેનને મારી નિમણૂકની ખબર નહીં હોય