હેલીનો સુંદર અને સોહામણો ચહેરો આજે સવારથી જ લાલ થઈ ગયો હતો. જેમ જેમ સૂરજ સમયની સાથે ગતિ કરતો આગળ વધી રહ્યો હતો તેમ તેમ હેલીનો ચહેરો પણ ગુસ્સામાં વધુ ને વધુ લાલ બની રહ્યો હતો. હેલીને અસ્ત થતો સૂરજ સહેજેય ગમતો નહીં. સૂરજનું આથમવુ હંમેશાં તેને ખીજવતું. પરંતુ સૂરજનું ઊગવું તેના જીવનને રંગોથી ભરી દેતુ અને તેથી જ તેને ઊગતો સૂરજ અતિપ્રિય હતો. પરંતુ ગુસ્સામાં લાલ થયેલી હેલી આજે જાણે સૂરજ પર પણ ગુસ્સે થયેલી જણાતી હતી અને તેને તપી રહેલી જોઈને સૂરજને પણ પરસેવો વળી રહ્યો હતો. * *ધૂમકેતુને આજે માંડ એક રજા મળી હતી. આ એક