અંતિમ વિદાય

(85)
  • 5.6k
  • 13
  • 1.5k

બેઠકખંડ ના સોફાની બાજુમાં ઈશા આમ તેમ આંટા મારી રહી હતી. થોડી વારે સોફામાં બેસી જતી. ફરી પાછી ઊભી થઈ જતી. તેની નજર સતત મોબાઈલ પર અને દરવાજા પર મંડાયેલી હતી. “હમણાં બેલ વાગશે અને હોસ્પિટલમાથી કઈ સમાચાર આવશે. આમ અચાનક મમ્મીજીની તબિયત આટલી બધી કેમ બગડી ગઈ હશે! હે ભગવાન મમ્મીજી ને જલ્દી સારું થઈ જાય!” એટલામાં મોબાઇલની રીંગ વાગી. ઈશા એ અડધી જ રીંગે મોબાઈલ ઉપાડયો,