નો રીટર્ન-૨ ભાગ-26

(410)
  • 9.3k
  • 11
  • 5.1k

“ નો રીટર્ન-૨ “ એક અનુપમ સૌંદર્યવાન યુવતી તેનાં રહસ્યમય ભૂતકાળની ભાળ મેળવવા “ઈન્દ્રગઢ“ જેવા ઇતીહાસે ભુલાવી દીધેલાં રજવાડામાં આવી ચડે છે. તે ત્યાંની લાઇબ્રેરીમાં કશુંક શોધે છે. ખૂંખાર માણસોનો એક ગીરોહ સતત એ યુવતી ઉપર નજર રાખી રહયો છે જેનાંથી એ યુવતી અજાણ છે. કોણ છે એ લોકો... તેમને એ યુવતીમાં શું દિલચસ્પી હતી.. અને એ યુવતી ક્યાં રહસ્યને ઉજાગર કરવા મથામણ કરતી હતી... “ઈન્દ્રગઢ” નો વારસાઈ હક્ક ભોગવતાં જોગી પરીવારનો ફૂટડો યુવાન એ યુવતીને રેલ્વે પ્લેટફોર્મ પર ઉભેલી જૂએ છે...તેનાં દિલમાં એ યુવતીને પામવાની અદમ્ય ઈચ્છા ઉદભવે છે. તે એ યુવતી પાછળ ફનાં થવા નીકળી પડે છે. પરંતુ...એ રહસ્યની એક કડી ખુદ તેની સાથે પણ જોડાયેલી હોય છે જેનાથી તે બેખબર હોય છે. પછી સર્જાય છે પળે પળે ઉત્કંસ્ઠાં વધારતી...તમારો શ્વાસ અધ્ધર થઇ જાય એવી એક પછી એક ઘટનાઓની હારમાળા. કહાનીમાં આવ્યે જતાં વળાંકો તમને અચંભીત કરી મુકશે અને તમે કોઇ રોલર-કોસ્ટરની સહેલગાહે નીકળી પડશો. કહાનીનાં ખૂંખાર પાત્રો અને અજીબો-ગરીબ સ્થળો તમને એક અલગ વિશ્વમાં લઈ જશે. રૂંઆડાં ખડા કરી દેતી સસ્પેન્સથી ભરપુર આ ગાથા વાંચતા ચોક્કસ લાગશે કે તમે કોઇ હોલીવૂડની મૂવી જોઈ રહ્યા છો. તો આવો નીકળી પડીએ “ નો રીટર્ન-૨ “ ની સફરે... “ નો રીટર્ન “ ની અપાર સફળતા બાદ પ્રવિણ પીઠડીયાની કલમે લખાયેલી વધુ એક રહસ્ય રોમાંચથી ભરપુર નવલકથા એટલે “ નો રીટર્ન–૨ “