પ્રેમ પથ

(72)
  • 5.8k
  • 6
  • 3k

સંગીતા એટલી સુંદર હતી કે કોઇ પણ પુરુષની આંખમાં તરત વસી જાય. તેનું ગોળ ગોરું મુખ ચાંદ જેવું ચમકતું હતું. તેના હોઠ એટલા ગુલાબી હતા કે લિપ્સ્ટિક લગાવવાની જરૂર જ પડતી ન હતી. તેનું નિર્દોષ હાસ્ય ચહેરાની સુંદરતા વધારી દેતું હતું. તેનું સપ્રમાણ શરીર પુરુષોને આકર્ષતું હતું. તેના લગ્ન તો તરત થઇ જાય એમ હતા. તેને જોવા આવનાર યુવાન તેની માસૂમ સુંદરતાથી અભિભૂત થઇને જ હા પાડી દેતો હતો. સંગીતા જ ના પાડતી હતી. તે નહોતી ઇચ્છતી કે તેના રૂપથી મોહિત થઇને કોઇ લગ્ન કરે. તેણે ઘણા છોકરાઓને ના પાડી દીધી હતી એટલે મમ્મી-પપ્પા ચિંતામાં હતા. રૂપ નહીં પણ ગુણને લીધે તેની પસંદગી થાય એવી દલીલ તેના મા-બાપને યોગ્ય લાગતી હતી. પરંતુ આજના જમાનામાં એવા વિચારવાળા છોકરા જલદી મળવા મુશ્કેલ હતા.