અધુરા અરમાનો-૨૮

(31)
  • 3.4k
  • 1
  • 999

હેલ્લો કોણ બોલો છો સેજલે સવાલ કર્યો. કોણ છું, એ જાણ્યા પહેલા એ બતાવ કે મારો સૂરજ ક્યાં છે જાણે સૂરજ પર એક પોતાનો જ અધિકાર છે એમ અવળચંડાઈ ભર્યા અવાજે સામેવાળી યુવતીએ સવાલ છોડ્યો. મારી જોડે મારી પ્યારી બાહોમાં, મારી આંખ સામે ઝૂમી રહ્યો છે. મારો પતિ, મારી જાન, મારો સૂરજ તારી બાહોમાં અશક્ય! મારો સૂરજ આવ કરી ન શકે! કેવી રીતે આવું કરી શકે એને કહે કે તારી પ્રિય પત્નિ શિવન્યાનો ફોન છે. સેજલ ઊભી થઈ. સુરજ સામે જોઈને કહેવા માંડી અરે ઓ પતિ વાળી! તારું ફરી તું નથી ગયું ને! કોણ બોલે છે એ કહે એટલે તને તારા પતિ ને તારું બધું યાદ દેવડાવી દઉં, સમજી! અરે ડિયર સેજલ! આમ ભડકાવવાની કોઈ જરૂર નથી. ધીરજ ધર. શાંતિ રાખ બકા. આપણે એકમેકની સૌતન થઈએ છીએ. રહેવા દે, રહેવા દે. હું તને ઓળખું છું સૌતનવાળી! શું હાલી નીકળી છે ફોન મૂકી દે ને બીજી વખત આવી ગુસ્તાખી કરવાની કોશિશ કરતી નહિ, નહિતર તારે ઘેર આવીને કાસળ કાઢી નાખતા વાર નહીં થાય મારાથી! સેજલની ઉગ્રતાથી અચકાઈને એણે ફોન મૂકી દીધો.