યોગગુરુ બાબા રામદેવ

(47)
  • 4.2k
  • 9
  • 1.5k

વિશેષ નોંધ:- આપનો મેઇલ મળ્યો. સ્પર્ધાના નિયમો નક્કી કરવામાં મહત્ત્વનો છે જ પરંતુ કેટલાક વ્યક્તિત્વો ઍવોડથી ઉપર હોય. બદલાની અપેક્ષા વિના, સમર્પણભાવે રાષ્ટ્રસેવામાં જીવન આપનારનું અને ભારતનું ગૌરવ વધારનારનું મૂલ્યાંકન ઍવોડથી ન થઈ શકે એવા બાબા રામદેવ અંગેનો લેખ મોકલું છું. આપને યોગ્ય લાગે તો સ્વીકારશો..યોગગુરુ બાબા રામદેવબાબા રામદેવ જેમનું મૂળ નામ રામકિશન યાદવ છે. તેમનો જન્મ ૨૫ ડિસેમ્બર ૧૯૬૫ ના રોજ હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લામાં થયો હતો. તેમના પિતાનું નામ રામનિવાસ યાદવ અને માતાનું નામ ગુલાબોદેવી હતું. ખેડૂત પિતાના પુત્રે નજીકના શહજાદપુર ગામની સરકારી શાળામાં ધોરણ ૮ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો. ત્યારબાદ ખાનપુર ગામના કાંગડા ગુરુકુળમાં આચાર્ય પ્રદ્યુમન અને બલદેવ