અરુણા અસફ અલી

(16)
  • 9.7k
  • 2
  • 2.2k

જેમ્સ ઓફ ઇન્ડિયા 'અરુણા અસફ અલી ' 'અય મેરે વતનકે લોગો જરા આંખમેં ભરલો પાની જો શહીદ હુએ હૈં ઊનકી જરા યાદ કરો કુરબાની.' સ્વતંત્રતા, આઝાદી, ફ્રીડમ આ બધા શબ્દ જેટલા બોલવામાં કે સાંભળવામાં સારા અને સહેલાં લાગે છે એટલા જ મેળવવામાં મુશ્કેલ હોય છે. આપણો દેશ લગભગ બસો કરતા પણ વધારે વર્ષથી અંગ્રેજોની ગુલામી કરી રહ્યો હતો. અંગ્રેજો અહીં વ્યાપાર અર્થે આવ્યાં હતા પણ આપણાં દેશની જાહોજલાલી જોતાં અહીં જ પોતાની સત્તા બનાવી લીધી. અંગ્રેજોની ગુલામી માંથી મુક્ત કરી દેશને આઝાદ કરવા માંટે અનેક નામી-અનામી સ્વાતંત્ર્યસેનાનીઓએ પોતાનું સર્વસ્વ કુરબાન કર્યું હતું. મહાન ક્રાંતિકારીઓએ ભારે કષ્ટ સહન કર્યા