કહેવાય છે કે ગમતું કામ કરવા મળે તો ક્યારેય કંટાળો નથી આવતો કે થાક નથી લાગતો અને જો કામ કરતા કંટાળો આવે તો એ કામ મનગમતું નથી હોતું. દરેક છોકરો કે છોકરી જયારે કોલેજ પૂરી કરીને બહારની દુનિયામાં પગલા માંડે છે ત્યારે તે આંખોમાં કેટલાય સપના લઈને સાથે ચાલે છે. દુનિયાને મુઠ્ઠીમાં કરી લેવાના સપના સેવતા યુવાનને સમય જયારે વાસ્તવિકતાના અરીસા સામે લાવીને ઉભો કરી દે છે ત્યારે તે પણ સમયના વહેતા પ્રવાહમાં વહેવા લાગે છે. “ધ ફર્સ્ટ હાલ્ફ” એ વાર્તા છે એવા જ એક યુવાનની કે જે પહેલેથી જ વહેતા પ્રવાહમાં વહી રહ્યો છે પરંતુ ગમતું કામ કરવાની ઝંખના તેને અંદર અંદરથી કોરી ખાય છે. શું થાય છે જયારે આ અંદરની જીજ્ઞાશા અસહ્ય રીતે રોજના જીવનમાં દાખલ કરવા લાગે છે સ્વાગત છે તમારું જવાબદારી અને સપના વચ્ચેની ધાર પર ચાલતા એક યુવાનની વાર્તામાં. સ્વાગત છે તારું “ધ ફર્સ્ટ હાફ” માં .