એક અજાણી મિત્રતા - ૧૫

(45)
  • 5.3k
  • 8
  • 1.6k

વાચક મિત્રો, અજાણી મિત્રતા કસક, તારક અને રાધિકાનાં પ્રણય ત્રિકોણની અને રાધિકા,તારક અને કસકનાં મનોભાવોને દર્શાવતી લઘુ નવલ છે. આ લઘુ નવલનાં પહેલા તેર પ્રકરણ એક સામટા લખવામાં આવ્યા હતા. પછી ટેક્નિકલ કારણોસર લઘુ નવલ લખી નહોતી શકાઈ. હમણાં જ આ લઘુ નવલનું ૧૪મું પ્રકરણ પ્રગટ થયું. અને આ ૧૫મું પ્રકરણ આપ સહું વાચક મિત્રોને પસંદ આવશે તેવું હું માની રહ્યો છું. નાયક તારક વડોદરામાં એક કંપનીમાં એન્જીનીયર તરીકે નોકરી કરે છે. તારકનાં હજું હમણાં જ લગ્ન લેવાયા છે. તેની પત્ની તેને ઉત્કટતાથી ચાહે છે. તારક પણ તેની પત્નીને ખુબ જ ચાહે છે. તારકને એક ઓફિસ ટુર દરમ્યાન ટ્રેનની સફરમાં રાધિકા નામની યુવતી જોડે ઓળખાણ થાય છે. તારક પોતાની ઓળખ કુંવારા વ્યક્તિ તરીકે આપે છે. રાધિકા પહેલી જ નજરમાં તારકને પોતાનું દિલ આપી ચુકે છે. પછી શરુ થાય છે પ્રણય ત્રિકોણની એક અલગ જ કહાની.