અધુરા અરમાનો-૨૭

(27)
  • 2.9k
  • 4
  • 1k

આ તરફ સૂરજ પણ હવે જિંદગી જીવવાના અરમાન બાળી બેઠો હતો. પોતાના પરિવાર અને સેજલને છેલ્લીવાર મળવાના, જોવાના અરમાનોની પોટલી બાંધીને એમના આવવાનો આખરી ઈંતજાર કરીને બેઠો હતો. જેલની ભયંકર વિટંબણાઓ વચ્ચે એણે અન્નજળનો ત્યાગ કરી દીધો હતો. પ્રભાત ખીલ્યું. કોર્ટના દરવાજા ઊઘડે એ પહેલા તો સેજલ કોર્ટના દરવાજે આવીને ઉભી રહી. વકીલોના કાફલામાંથી એણે એક લાયક વકીલને બે લાખ રોકડા આપીને રોકી રાખ્યો. એ વીડીયો કેમેરો વકીલને સોંપ્યો. કોર્ટ ભરાઈ અને જોતજોતામાં સૂરજ જેલમાંથી બાઈજ્જત છૂટી નીકળ્યો. એ વખતે સેજલ અને સૂરજના પ્રેમમિલનને જોઈને ત્યાં હાજર વકીલો અને લોકોના આંખમાંથી પ્રેમની સરવાણીઓ ફૂટી નીકળી.