આજથી પહેલા હજારો સંસ્કૃતીઓ સભ્યતાઓ પૃથ્વી ઉપર થઇ ગઈ છે. ઘણા બધા અવશેષો તેના ખોદકામ કરતા મળી આવ્યા છે,તો ઘણા બધા હજુ પણ સલામત છે. પણ, આ અદભૂત હતું, અકલ્પનિય હતું અવિશ્વસનીય હતું. અમે તેની કારીગરી, તેની કલાકારી ઉપર કાયલ થઈ ગયા હતા. ઘણી ખરી મૂર્તિઓ તો જાણે હૂબહૂ, કોઇ વ્યક્તિ હોય, જાણે તે હમણાં બોલી ઊઠશે તેવું લાગતું હતું.