કાલ કલંક-10

(75)
  • 5.3k
  • 2
  • 2k

કુમારનુ રક્ત પીવા દેડકો વલખાં મારે છે. લાળ પાડે છે કુમારના પહેરેગીર બની આપણે ત્રણેય અહીં ગોધાઈ રહેશુ તો બહાર ચોકી કરતા ચોકીદારોનુ શુ.. મહેલના અન્ય જીવોનુ રક્ષણ કોણ કરશે.. આપણો કુમાર તો મડદા જેવુ મડદુ છે. એના માટે થઈ મહેલના પ્રત્યેક જીવને જોખમમાં ના મૂકી શકાય.. ! મલ્લિકાની વાતે રાજાની આંખો ઉઘડી ગઈ. એને પોતાની ભૂલનુ ભાન થયુ. આવા ભયાનક સંકટમાં રાજાને પોતાના ધર્મનુ સ્મરણ થઈ ગયુ. મલ્લિકાની પીઠ થાબડતાં કેઓ બોલ્યા. - બેટા..! તારા જેવી પૂત્રવધૂ પામ્યાનો મને ગર્વ છે. પ્રત્યેક મહેલમાં તારા જેવી રાજવધુ હોય તો કદી કોઈ રાજા પોતાની ફરજથી વિમુખ ન થઈ શકે..! પૂત્ર પ્રેમમાં મોહ થયેલો હું મારી ફરજ ભૂલ્યો.