રહસ્ય-૧૯

(123)
  • 4.8k
  • 2
  • 2k

દરેક સંસ્કૃતિ, સભ્યતા કેટલી સારી અને કેટલી મહાન છે.તે જણાવવા માટે તે લોકો તેની જે છાપ છોડી ગયા છે. તેના અશ્મીઓ, તેના અવશેષો જ તેમની સંસ્કૃતિની મહાનતાનું પ્રમાણ આપી દે છે. એક નાનકડા ગામના શિવમંદિરની ચાવી આટલા દૂર ટાપુ ઉપર પોહચાડવા વાળા લોકો કેટલાં મહાન હશે આજના આટલા આધુનિક યુગમાં,એડવાન્સ ટેકનોલોજી હોવા છતાં અહીં સુધી કોઈ પોહચી નથી શક્યું. તે લોકો કેવી રીતે અહીં આવ્યા હશે કેવી રીતે તેઓએ આ સુરંગ બનાવી હશે તમામ વસ્તુઓ, તમામ માહિતીઓ તે અહીં સુરંગની દીવાલો પર કોતરી ગયા છે.પણ આપણે જ આપણી તે સંસ્કૃતિ ,તે ભાષા વિસરાવી દીધી છે. ફક્ત આપણે વિસરાવી છે.તેઓએ આપણી નહિ. હજરો વર્ષ પછી કોઇ અહીં આવશે, તેની તેઓએ તૈયારી રાખી હતી. તે અમારી ભાષા જાણે છે. પણ અમે તેની ભાષા નથી જાણી શકતા. તે સંસ્કૃતિ મહાન કેમ હશે ખબર છે આપણે નાત,જાત, રીતિ,રિવાજોમાં જ રચ્યા પચ્યા રહ્યા, જ્યારે તે સભ્યતાના પ્રાણીઓનો પણ એક આગવું સ્થાન હતું..માન હતું!