ફ્લેશગનના ઝબકારે

  • 1.5k
  • 1
  • 462

તેઓશ્રી આજે પોતાનાં શ્રીમતીજી જીવીબહેન અને પંદરેક જણના રસાલા સાથે કોલાલુમ્પુરની ‘મલેશિયા યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ એન્ડ ટેકનોલોજી’ના નિમંત્રણને માન આપીને તેના વિદ્યાર્થીઓને મેનેજમેન્ટના પાઠ ભણાવવા તેઓ પોતાના અંગત હવાઈજહાજમાં ત્યાં પહોંચી ગયા છે. તેમના રસાલામાં આંતરરાષ્ટ્રીય ભાષાઓનાં ચાર યુવાન દુભાષીઆ ગુજરાતી છોકરા-છોકરીઓ, ત્રણેક સેક્રેટરી, એક ટુર ઓર્ગેનાઈઝર, બે ગુજરાતી રસોઈઆઓ, બે એસ્કોર્ટ્સ, એક આંતરરાષ્ટ્રીય કાનુની સલાહકાર, એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, એક ફેમિલી ડોક્ટર, બે નર્સ અને વિમાનના કેપ્ટન – સહાયક પાયલોટો – એરહોસ્ટેસો વગેરે મળીને છએક જણનો સ્ટાફ છે.