જીવનસંગિની એ કહું છું.. સાંભળો છો સાહેબ? આ તમારી દવા અને આ તમારો ટુવાલ. અહીં રાખ્યા છે. નહાવા જતા પહેલા દવા લઇ લેજો.. અને ટુવાલ અંદર લઇ જવાનું ના ભૂલતા. હું વહુને કહું છું કે તમારા માટે ગરમ ગરમ રોટલો ઉતારે.. તમે નાહી લ્યો ત્યાં સુધીમાં થઇ જશે નાસ્તો તૈયાર.. પછી બંને છોકરાઓ ક્યાંક બહાર જવાના છે.. આજે કંઇક એમનો દિવસ છે.. ઓલા ફોરેનમાં ઉજવે એવું કંઇક છે.."