@@@ ગાંડી... (વાર્તા)"નાની વયમાં બિચારી, એ ગઈ રાંડી. કુદરતે વેરી વાર્તા, એની સાથે માંડી. ભીની થઇ જશે,આપની પણ પાંપણ, દિલથી જો વાંચશો,આપ કથા ગાંડી" - અલ્કેશ ચાવડા 'અનુરાગ'"મારો...મારો.... ગાંડી આવે છે...""રામ જાણે આ બલા આપણાં ગામમાં ક્યાંથી આવી...""ખરેખર...આ ગાંડી ને તો બાંધી ને ,કોઈ સાધનમાં ભરી, ઘોર જંગલમાં મૂકી દેવી જોઈએ... વળતી વરીને આવેતો નઈ...!!!""આપણા ગામના ભાયડા તો સાવ બાયલા છે... આટલા બધા મૂઆ માર્યા છે પણ બધા થઈ એક ગાંડી ને ગામમાંથી તગેડી શકતા નથી...""અલી... સાવ હાચી વાત સે તારી... આ ગાંડી તો કોઈના સોકરાને ઉપાડી જાશે તારેજ આ પુરુષજાત હમજસે..."ગામના