કાલ કલંક - 7

(85)
  • 5.2k
  • 1
  • 2.2k

કમરાની ભીતરે શ્વેત જાજમ બિછાવી એના પર અઘોરી બેઠો હતો. એની પડખે ડાબી બાજુ માટીના વાસણમાં ધૂપ બળતો હતો. ધૂપની જોડમાં તાંબાનું કમંડળ પડ્યું હતું. સહેજ જમણી બાજુ માણસની ખોપડીના કાટલાનો હવન કુંડ બનાવી અઘોરી ગંભીર મુખમુદ્રા મંત્રોચ્ચાર સાથે આગમાં કશું હોમી રહ્યો હતો. જેનાથી બબ્બે ફૂટ ઊંચા આગના ભડકા થતા હતા. અઘોરીના જમણા પગના ઢીંચણ જોડે એના જંતર-મંતર ની જોડી પડી હતી. આવું દ્રશ્ય જોઈ મલ્લિકાને ભારે હૃદય કંપ અનુભવ્યો. અઘોરીનો મંત્રોચ્ચાર ધીમે-ધીમે હળવો થઈ અટકી ગયો. બે પળ માટે કમરામાં નરી શાંતિ પ્રસરી. અને પછી છમ છમ છમ કોઈ ભેદી સ્ત્રીના પગની ઝાંઝરીનો અવાજ ત્રણેકવાર સંભળાયો. મલ્લિકાના અંતરમાં ખળભળાટ મચી ગયો. ઝાંઝરીનો અવાજ કોનો હોઈ શકે..