ભીડ

  • 5.4k
  • 1
  • 797

ભીડ [ગિરદી] કોને ગમે છે ઘણાને ગમે છે. નેતાઓને મતદારોની ભીડ ગમે છે. વક્તાઓને શ્રોતાઓની ભીડ ગમે છે. સ્વામીઓને ભક્તોની ભીડ ગમે છે. લેખકોને વાચકોની ભીડ ગમે છે. વેપારીઓને ગ્રાહકોની ભીડ ગમે છે. ભીડ છે તો એમને બરકત છે. ભીડની પણ એક મજા છે! ઘણાને તો ભીડ વગર ગમે જ નહિ. એકલતા એમને ખાવા દોડે! આવા લોકો સંબંધો વધારે, પ્રસંગો વધારે અને વહેવાર વધારે. એમને નાણાંની અને ટાણાંની ભીડ [તંગી] હોતી નથી. આ લેખમાં ‘ભીડ’ વિષે વાત કરી છે. ‘ભીડ’ના જુદા જુદા અર્થ વિષે વાત કરી છે.